પાટણનું એ દંપતી જેમણે સાત હજાર વૃક્ષો વાવી પોતાનું 'જંગલ' બનાવ્યું
પ્રકાશિત
પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરામાં રહેતા એક યુગલે સાત હજારથી વધુ વૃક્ષો વાવીને રણને જંગલ બનાવવાનું કામ કર્યું છે.
ધનોરમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી છેલ્લાં 21 વર્ષથી વૃક્ષો વાવે છે. તેમની મહેનતે આવેલા પરિવર્તનથી આસપાસના લોકોને પણ પ્રેરણા મળી રહી છે.
તેઓ હજારો વૃક્ષો બચાવીને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માગે છે.
જુઓ પાટણથી ખાસ આ વીડિયો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
