You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ : આણંદમાં સ્કૂલમાં પાણી ઘૂસ્યાં, બાળકોને દોરડાં વળે બચાવાયાં
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઠેરઠેર પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ રાહત અને બચાવકાર્ય પણ ચાલી રહ્યું છે.
આણંદના સારોલ ગામના દોરડાની મદદથી વિદ્યાર્થીઓને બચાવાયાં છે. જ્યાં મુશળધાર વરસાદ બાદ ગામની શાળામાં પાણી ઘૂસી જતાં વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયાં હતાં.
જિલ્લાના બોરસદમાં આભ ફાટ્યાના ખબર છે. જેને પગલે મહિસાગર નદીના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યાં હતાં.
સારોલ, ગાજણાં અને આસપાસના ગામોમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો