ગુજરાતમાં વરસાદ : પૂરમાં ફસાયેલા લોકોને ખભે ઊંચકીને પોલીસ જવાને બહાર કાઢ્યા
પ્રકાશિત
કચ્છના માંડવીમાં નદીમાંથી આ પોલીસકર્મીઓએ જીવના જોખમે આ યુવકને બહાર કાઢ્યો હતો.
માંડવીની રૂકમાવતી નદીમાં વરસાદ બાદ પૂર આવ્યું હતું.
આ ઉપરાંત છોટાઉદેપુરનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જ્યાં બોડેલી અને અન્ય ગામોમાં પૂરનાં પાણી ભરાયાં હતાં.
પૂરમાં ફસાયેલા લોકોને પોલીસકર્મીઓએ જહેમત બાદ બચાવીને બહાર કાઢ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જવાનોની કામગીરીને બિરદાવી છે. પોલીસે કરેલી કામગીરીને લોકો સોશિયલ મીડિયા પર બિરદાવી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
