મહારાષ્ટ્ર : પાંડુરંગની એ યાત્રા જેમાં મહિલાઓને માસિક ધર્મના નિયમો પાળવા નથી પડતા
પ્રકાશિત
મહારાષ્ટ્રના પંઢરપુરમાં ભગવાન પાંડુરંગની વાર્ષિક યાત્રા એટલે વારી. આ લાંબી પદયાત્રામાં ભાગ લેવા મહિલાઓ આતુર રહે છે.
અહીં મહિલાઓને માસિક ધર્મના કોઈ નિયમોને અનુસરવા નથી પડતા.
ગામડાનાં ઘરોમાં જે રીતે માસિક ધર્મનું પાલન કરવામાં આવે છે તેવું વારીની યાત્રામાં નથી થતું.
વારકરી મહિલાઓ કહે છે કે માસિક ધર્મ પ્રકૃતિનો જ એક હિસ્સો છે.
મહારાષ્ટ્રના વારકરી ભક્તિ સંપ્રદાયનો દસ સદીનો એટલે કે 1,000 વર્ષનો ઇતિહાસ છે. તેમાં વારકરી મહિલાઓની ભાગીદારી ઉપરાંત મહિલા સંતોનું પણ મોટું યોગદાન છે.
જોઈએ બીબીસીનો ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
