નવસારીમાં પૂર : જિલ્લામાં 100થી વધારે ઘરો ડૂબ્યાં, વાહનો પાણીમાં ગરકાવ

પ્રકાશિત

આ દૃશ્યો નવસારીનાં છે, અહીં વરસાદી પાણીમાં વાહનો અને ઘરો ડૂબી ગયાં છે.

સુરત અને ડાંગમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે અહીં પાણી ભરાયાં છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 100થી વધુ ઘરો ડૂબી ગયાં હતાં.

અહીંથી 450 લકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

કેટલાક વિસ્તારોમાં તો રસ્તા પરથી નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં. કેટલાક અસરગ્રસ્તોએ તંત્રની કામગીરી અંગે રોષ ઠાલવ્યો હતો.

વીડિયો: ધર્મેશ અમીન/સુમિત વૈદ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો