You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : તાલિબાનના રાજમાં શિક્ષણ માટે છોકરીઓ કેવી લડત લડી રહી છે?
અફઘાનિસ્તાનમાં હાલમાં જ સાડા ચાર હજારથી વધુ તાલિબાની નેતાઓ, મૌલવીઓ અને વરિષ્ઠ વિદ્વાનોની એક બેઠક થઈ હતી.
જોકે, આ બેઠકમાં માત્ર પુરુષોની હાજરી હોઈ મહિલાઅધિકારની કોઈ વાત ન કરાતાં માનવાધિકાર સંગઠનોએ તેની ટીકા કરી હતી.
નોંધનીય છે કે તાલિબાને કિશોરીઓના શાળાએ જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો એને 290થી વધારે દિવસો થયા છે.
તાલિબાને વૈશ્વિક સમુદાયને તેને માન્યતા આપવા અપીલ કરી છે પણ રાજદ્વારીઓ માને છે કે યુવતીઓના શિક્ષણને રોકવાનો મામલો આમાં સૌથી મોટો અવરોધ છે.
બીબીસી સંવાદદાતા યાલ્દા હકીમે કાબુલમાં વિદ્યાર્થિનીઓ સંચાલિત એક ગુપ્ત શાળાની મુલાકાત લીધી. જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો