ગુજરાતમાં વરસાદ : છોટાઉદેપુરના બોડેલીમાં પૂરમાં ઘરો ડૂબ્યાં, લોકોને ખાવા-પીવાના પણ ફાંફાં

વીડિયો કૅપ્શન, Gujarat Rain : બોડેલીમાં પૂરમાં ઘરો ડૂબ્યાં, લોકોને ખાવા-પીવાના પણ ફાંફાં
પ્રકાશિત

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ભારે વરસાદ બાદ અહીંના મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

બોડેલીમાં એક દિવસમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે નીચાળવાળા વિસ્તારોમાં રહીશોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

છોટા ઉદેપુરમાં અનેક ગામોમાં લોકોને ખસેડવા પડ્યા છે તો કેટલાંક ગામોમાં વિજલી પણ નથી. રાજ્યની એસડીઆરએફ ટીમને રાહતકાર્યમાં તહેનાત કરવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન