You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા : વડા પ્રધાનના ઘરને આગ ચાંપી, રાષ્ટ્રપતિ ભવનમાંથી કરોડની લૂંટનો દાવો
પ્રકાશિત
આગનાં આ દૃશ્યો શ્રીલંકાનાં છે, જ્યાં પ્રદર્શનકારીઓએ દેશના વડા પ્રધાન રનિલ વિક્રમ સિંઘેના ઘરમાં આગ ચાંપી દીધી.
શ્રીલંકામાં રાજકીય સંકટ તેના ચરમ પર પહોંચી ગયેલું જોવા મળી રહ્યું છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શનકારીઓનું આ પ્રકારનું હલ્લાબોલ એની સાબિતી આપી રહ્યું છે.
અને આ હલ્લાબોલમાં દેશના વડા પ્રધાનનું ઘર પણ નિશાના પર આવી ગયું અને પ્રદર્શનકારીઓએ તેમના ઘરને આગ ચાંપી દીધી.
હજારો પ્રદર્શનકારીઓ ગઈ કાલે રાજધાની કોલંબોમાં જમા થયા હતા અને આર્થિક બદહાલીનો સામનો કરી રહેલા દેશની સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો