અમરનાથમાં વાદળ ફાટતાં બેઝ કૅમ્પમાં ફરી વળ્યાં પાણી, 16 લોકોનાં મોત

વીડિયો કૅપ્શન, અમરનાથમાં વાદળ ફાટતાં બેઝ કૅમ્પમાં ફરી વળ્યા પાણી, ગુજરાતી શ્રદ્ધાળુઓએ વર્ણવી વ્યથા
પ્રકાશિત

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યા બાદ કમસે કમ 16 લોકોનાં મોત થયાં છે.

સરકારે ખરાબ હવામાનને જોતા અમરનાથ યાત્રા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

બાટહાલ અને પહલગામના જૉઇન્ટ પોલીસ કંટ્રોલ રૂમે બીબીસીને આપેલી માહિતી પ્રમાણે રાહત અને બચાવકાર્ય હજી પણ ચાલી રહ્યું છે.

ઇજાગ્રસ્તો અને ગુમ થયેલા લોકોની વાસ્તવિક સંખ્યા વિશે હજી સ્પષ્ટપણે જાણી શકાયું નથી, 30થી 40 લોકો હજી પણ ગુમ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન