You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાંગ : એ ગુજરાતી ખેડૂત જેણે પીવાનાં પાણીની તંગી દૂર કરવા એકલાહાથે કૂવો ખોદી કાઢ્યો
આ ખેડૂત છે, ગંગાભાઈ પવાર, જેઓ ડાંગના આહવા તાલુકાના વાસોડા ગામના રહેવાસી છે.
વર્ષો સુધી ખેતી અને પીવાના પાણીની તકલીફો વેઠી, અસંખ્ય રજૂઆતો બહેરા કાને પડતી જોઈ, આ સામાન્ય ખેડૂતે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાનું બીડું ઝડપ્યું. અને સતત પાંચ વર્ષ સુધી મહેનત કરીને એક નહીં પાંચ-પાંચ કૂવા ખોદી નાખ્યા.
પ્રથમ ચાર વખત નિષ્ફળતા મળ્યા બાદ પણ તેઓ હિંમત હાર્યા નહીં અને પાંચમા પ્રયાસે તેમને સફળતા મળી. તેઓ પોતાની આ સંઘર્ષની દાસ્તાન વિશે કહે છે કે, "હું વર્ષો સુધી રોજ રાત્રે બે-ત્રણ કલાક કૂવો ખોદવાનું જ કામ કરતો. થાકી જતો તો બેસી જતો. પાંચ વર્ષમાં પાંચ કૂવા ખોદ્યા, અંતે પાંચમા કૂવામાં 32 ફૂટે પાણી નીકળ્યું."
પોતાને મળેલી સફળતાને લઈને તેઓ કહે છે, "અંતે મળેલી સફળતાથી હું ખુશ છું."
ગંગાભાઈ સરકાર પાસેની પોતાની આશા વ્યક્ત કરતાં કહે છે કે, "હવે પાણી નીકળ્યું છે, તો હું કૃષિવિભાગ પાસે મદદ માગવા જઈશ. જેથી કૂવો વ્યવસ્થિત બને અને વર્ષો સુધી તે બુરાય નહીં. જેથી તેના પાણીનો લાભ બધાને થઈ શકે."