કરાચીમાં મંદિર પર હુમલા બાદ ઉજવાયો હિંદુ મરિયમ્મા ઉત્સવ
પ્રકાશિત
કરાચીમાં તામિલ હિંદુઓએ તેમના મંદિર પરના હુમલાના ત્રણ અઠવાડિયાના વિલંબ પછી વાર્ષિક મરિયમ્મા ઉત્સવ ઉજવ્યો.
આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, પૂજા અને શોભાયાત્રાના સમયમાં ફેરફાર કરાયો હતો.
આ ઉજવણી સમયે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવાઈ હતી. બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો આ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
