અફઘાનિસ્તાનમાં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓ લડી રહી છે લડત
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં હાલમાં જ સાડા ચાર હજારથી વધુ તાલિબાની નેતાઓ, મૌલવીઓ અને વરિષ્ઠ વિદ્વાનોની બેઠક થઈ હતી.
જોકે માત્ર પુરુષોની હાજરી અને મહિલા અધિકારની કોઈ વાત ન કરાતા માનવાધિકાર સંગઠનોએ તેની ટીકા કરી.
તાલિબાને કિશોરીઓને સ્કૂલે જતાં રોકી તેને 290 દિવસોથી વધુનો સમય થયો.
કિશોરીઓને શિક્ષણ આપતા રોકતો હોય તેવો વિશ્વમાં એક માત્ર દેશ અફઘાનિસ્તાન છે.
તાલિબાને, વૈશ્વિક સમુદાયને, તેને માન્યતા આપવા અપીલ કરી છે પણ રાજદ્વારીઓ માને છે કે યુવતીઓના શિક્ષણને રોકવાનો મામલો આમાં સૌથી મોટો અવરોધ છે.
બીબીસી સંવાદદાતા યાલ્દા હાકિમે કાબુલમાં વિદ્યાર્થિનીઓ સંચાલિત એક ગુપ્ત શાળાની મુલાકાત લીધી....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
