You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનરેગા : સરપંચ મજૂરી કરી ગુજરાન ચલાવવા કેમ મજબૂર થઈ ગયાં?
પ્રકાશિત
તેલંગાણામાં એવાં સરપંચ પણ છે જે મજૂરી કરવા માટે મજબૂર બન્યાં છે.
રાજ્યના મહબૂબનગર જિલ્લાના અવસલકુંતના સરપંચ યેલૈયાએ કહ્યું કે, "લેણદારોના દબાણને સહન કરવામાં અસમર્થ હોવાથી તેમણે પોતાનો જીવ લેવાનો નિર્ણય કર્યો હતો."
"ત્વરિત મળેલી સારવારને કારણે તેઓ બચી ગયાં. તેઓ 2019માં સરપંચ તરીકે ચૂંટાયાં હતાં."
તેમણે કહ્યું કે ગામમાં વિકાસનાં કામો પર ખર્ચ કરવા માટે તેમણે નાણાં ઉધાર લીધા અને હવે ઉધાર લીધેલા નવ લાખ રૂપિયા પર તેઓ દર મહિને રૂ. 27,000નું વ્યાજ ચૂકવવાની સ્થિતિમાં પણ નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો