એક પગ નથી છતાં બે કિલોમીટર કૂદી-કૂદીને શાળાએ જાય છે આ બાળકી

વીડિયો કૅપ્શન, એ વિકલાંગ છોકરી જે બે કિલોમીટર એક પગે કૂદીને શાળાએ જાય છે
પ્રકાશિત

બિહારના સિવાન તાલુકામાં આવેલ ચંદૌલીમાં રહેતા પ્રેમસાગર ચૌહાણની 11 વર્ષની પુત્રી પ્રિયાંશુકુમારી જન્મથી જ વિકલાંગ છે. તેઓ એક પગ પર કૂદીને બે કિલોમીટર દૂર શાળાએ જાય છે.

પ્રિયાંશુનું સપનું ડૉક્ટર બનવાનું છે. 5મા ધોરણમાં અભ્યાસ કરતાં પ્રિયાંશું કહે છે કે તેઓ એક પગ પર સંતુલન બનાવીને દરરોજ શાળાએ જાય છે.

પ્રિયાંશુકુમારીનો શિક્ષણ માટેનો સંઘર્ષ જુઓ આ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો