રશિયાના હુમલામાં તબાહ થયેલા પોતાના ઘરે જ્યારે બીબીસી યુક્રેનિયનનાં સંવાદદાતા પહોંચ્યાં
પ્રકાશિત
યુક્રેનમાં યુદ્ધ શરૂ થયે ચાર મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. અત્યાર સુધી હજારો લોકોનાં મકાનો બૉમ્બમારાને કારણે નષ્ટ થયાં છે અને લગભગ એક કરોડ 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.
આવું જ એક મકાન હતું બીબીસી યુક્રેનનાં સંવાદદાતા ઑલ્ગા માલચેવ્શ્કાનું.
રાજધાની કિએવ ખાતેના તેમના મકાન પર આવો જ એક હુમલો થયો હતો. આ હુમલા બાદ તેઓ કિએવ ખાતે પોતાનું મકાન જોવાં ગયાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
