અફઘાનિસ્તાનમાં જમીન દોસ્ત થયેલી યાદોને સમેટતા બચી ગયેલા લોકોની વ્યથા

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન ભૂકંપમાં જમીનદોસ્ત થયેલી યાદોને સમેટી રહેલા સ્થાનિકો
પ્રકાશિત

ગત બુધવારે અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાનો સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ત્યાર બાદ ફરી એક વખત આવેલા ભૂકંપના આંચકામાં વધુ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.

ભૂકંપના આ બંને આંચકામાં બચેલાં લોકોનું કહેવું છે કે તેમની પાસે ન તો રહેવા માટે છત બચી છે, ન તો જમવા માટે ભોજન. પાણીની તંગી વચ્ચે અશુદ્ધ પાણીથી કૉલેરાનો ભય છે.

તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાયને સહાય આપવા અપીલ કરી છે.

ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયેલા પ્રાંત પક્તિકાથી બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીનો ખાસ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન