You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જી તબાહી, ઘરો પત્તાંના મહેલની જેમ થયાં ધ્વસ્ત
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે 1000 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, લગભગ 1500 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
ઠેર ઠેર ભૂસ્ખલન અને કાટમાળના ઢગલાં જોઈ શકાય છે, હાલ હેલિકૉપ્ટરની મદદથી રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.
છેલ્લા બે દાયકાઓના સૌથી ભયંકર ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ ભાગે આવેલા ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે. અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે દાયકાઓથી યુદ્ધ વેઠી રહેલા અફઘાનિસ્તાનમાં ભૂકંપ અને કુદરતી હોનારતોને પહોંચી વળવા માટે કોઈ ખાસ તંત્ર નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો