પુરુષપ્રધાન માર્શલ આર્ટમાં પારંગત બનનારાં મહિલાની કહાણી
પ્રકાશિત
તામિલનાડુના સત્યમંગલ નામના નાનકડા ગામનાં સ્વાતિ કૃષ્ણન માટે 2019નું વર્ષ ભારે રહ્યું, તેમનો વેપારધંધો બંધ થઈ ગયો.
એની અસર તેમના અંગત જીવન પર પણ પડી. હતાશાના આ સમયમાંથી બહાર આવવા માટે તેમણે કર્લકટ્ટઈ પર હાથ અજમાવ્યો.
કર્લકટ્ટઈ એ પારંપરિક તામિલ માર્શલ આર્ટ છે અને મોટા ભાગે પુરુષો જ આ કળા શીખતા હોય છે.
સ્વાતિ માટે આ માર્શલ આર્ટ શીખવી કેટલું કપરું કામ હતું અને એના થકી એમના જીવનમાં કેવાંકેવાં પરિવર્તનો આવ્યાં, એ જુઓ આ વીડિયોમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
