ગુજરાત : પાકિસ્તાની શરણાર્થીઓ જે ભરતકામમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવી રહ્યા છે
પ્રકાશિત
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનો થરાદ તાલુકો પાકિસ્તાન સાથેનો સરહદી વિસ્તાર છે.
1971 અને 1999ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે પાકિસ્તાનથી 300 જેટલા હિન્દુ શરણાર્થી પરિવારો અહીં આવીને વસ્યા.
શરણાર્થીઓનું કહેવુ છે કે શરૂઆતમાં તેમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમકે ઓળખપત્ર ન હોવાના કારણે ધરપકડ થતી અને રોજગારના પ્રશ્નો રહેતા.
સમય જતાં શરણાર્થીઓને નાગરિકતા મળ્યા બાદ તેમનાં જીવનમાં ધીમેધીમે પરિવર્તન આવ્યું.
મોટા ભાગના લોકો હસ્તકળા તથા ભરતગૂંથણ કામ સાથે સંકળાયેલા છે. કેટલાક શરણાર્થીઓએ હસ્તકળાને થકી રાષ્ટ્રપતિ સન્માન પણ પ્રાપ્ત કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો