રાજકોટની શાળાની હાલત દયનીય, બાળકો કેવી રીતે ભણી રહ્યાં છે?

પ્રકાશિત

એચ.પી.ખીમાણી શાળા રાજકોટમાં ગ્રામપંચાયત સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે.

અહીં નજીકના અંદાજે 8 ગામડાંના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

આ શાળામાં ધોરણ 9 અને 10 એમ કુલ મળીને લગભગ 89 વિદ્યાર્થીઓ છે પરંતુ તેમને ભણાવવા માટે છેલ્લા બે મહિનાથી શાળા પાસે કાયમી શિક્ષક નથી.

વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે હેતુસર શાળાના પૂર્વ આચાર્ય જેંતીભાઈ પોખીયા અને ગામના અન્ય શિક્ષક સેવા ખાતર બાળકોને ભણાવી રહ્યાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો