You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અગ્નિપથ : મોદી સરકાર સામે લોકો રસ્તા પર ઊતર્યા, ટ્રેનોને આગ ચાંપી
સૈન્યમાં ભરતીની અગ્નિપથ યોજનાના લૉન્ચિંગના અમુક દિવસો બાદ જ સમગ્ર દેશમાં તેને લઈને વિરોધનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે.
વિરોધપ્રદર્શનોને કારણે ઠેરઠેર ટ્રેનોમાં આગચંપી અને તોડફોડ, રસ્તાઓ પર તોડફોડ અને હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં છે.
કેન્દ્ર સરકારની ભરતીની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
અગ્નિપથ યોજનાનો વિરોધ પહેલાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં હતો.
જોકે શુક્રવારે દક્ષિણ ભારતમાં પણ ઉગ્ર પ્રદર્શનો થયાં હતાં.
તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. પથ્થરમારા અને તોડફોડ વચ્ચે કેટલાક સમાન્ય લોકો ફસાયા હતા.
પોલીસ અને સુરક્ષાદળો દ્વારા કેટલાંક રાજ્યોમાં બળપ્રયોગ કરાયો છે.
જુઓ, સંપૂર્ણ અહેવાલ બીબીસી ગુજરાતી સાથે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો