શું સરકારના જળ જીવન મિશનથી ગામડાઓમાં મળ્યું પાણી?

પ્રકાશિત

ભારતનાં ગામડાંઓમાં રહેનારા અંદાજે 20 કરોડ પરિવારોનાં ઘરોમાં નળથી પાણી નથી મળી રહ્યું.

આ સમસ્યાનો ઉકેલ લાવવા મોદી સરકારે વર્ષ 2019માં દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે જળ જીવન મિશનની જાહેરાત કરી.

આ યોજના 2024 સુધીમાં પૂરી કરવાનું આયોજન છે.

સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં 10 કરોડ ઘરમાં નળ લાગી ગયા છે. પણ આ યોજના કેટલી કારગત છે, અને તેના પડકારો શું છે, જુઓ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો રાજસ્થાનના થાર રણપ્રદેશના બાડમેરથી ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો