ક્ષમા બિંદુ : વડોદરાની યુવતીએ આખરે જાત સાથે લગ્ન કરી જ લીધાં

પ્રકાશિત

વડોદરામાં રહેતા 24 વષીય ક્ષમા બિંદુ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતાં. ખુદની સાથે લગ્ન કરવાની જાહેરાત કરનાર આ યુવતીનો ભારે વિરોધ થયો હતો. જોકે, વિરોધ વચ્ચે તેમણે નક્કી કરેલી તારીખ પહેલાં લગ્ન કરી લીધાં છે.

ક્ષમા બિંદુએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી.

લગ્ન કર્યાં બાદ તેમણે મીડિયાને જણાવ્યું, "નાનકડા પ્રસંગમાં માત્ર મારા દસ મિત્રો આમંત્રિત હતા. તેમની હાજરીમાં તમામ વિધિ થઈ હતી. મારે મંદિરમાં લગ્ન કરવાં હતાં પણ લોકો વિરોધ કરશે તેના ડરથી આ તમામ વિધિ ઘરમાં યોજવાનું નક્કી કર્યું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો