ચોલિસ્તાન : પાકિસ્તાનનો એ વિસ્તાર જ્યાં પાણીના અભાવે પશુઓ મરવા પડ્યાં, લોકો ત્રાહિમામ્

પ્રકાશિત

પાકિસ્તાનના ચોલિસ્તાનમાં ભીષણ ગરમી પડી રહી છે. પાણી વગર પશુઓ ટળવળી રહ્યાં છે અને મોતને ભેટી રહ્યાં છે.

દક્ષિણ ચોલિસ્તાનમાં આજકાલ ગરમીનો પારો 50 ડીગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. અહીં પાણી કાં તો તળમાં પહોંચી ગયું છે કાં તો સુકાઈ ગયું છે.

એમાં પણ અહીં એક વર્ષથી વરસાદ નથી પડ્યો અને એટલે સમગ્ર વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અહીં માત્ર માણસો જ નહીં, ઢોરઢાંખરને પણ પાણીની તલાસમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે.

લોકોનું કહેવું છે કે આ વર્ષે ઉનાળો આકરો છે અને પશુઓ પર સૌથી વધુ અસર પડી રહી છે.

અહીંના મોટા ભાગના લોકો પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમાં જો પશુઓ જ ના રહે તો એમની સ્થિતિ કપરી બને એવી ભીતિ છે.

પાણી અને ઘાસચારાની શોધમાં પશુઓને ધગધગતા રણમાં ત્રીસથી ચાળીસ કિલોમીટર સુધી ભટકવું પડે છે.

આ દરમિયાન તંત્ર દ્વારા લોકોને પાણી પૂરુ પાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ લોકોનો આરોપ છે કે પીવાલાયક નથી હોતું.

જુઓ, બીબીસીની આ વિશેષ કવર સ્ટોરી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો