રશિયા-યુક્રેન યુદ્ધ : સેંકડો યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેમ રશિયા મોકલાયા?

પ્રકાશિત

રશિયાના સરકારી મીડિયાએ કહ્યું છે કે, હજારથી પણ વધુ યુક્રેનિયન સૈનિકોએ મારિયુપોલમાં આત્મસમર્પણ કર્યું હતું.

આ યુદ્ધ કેદીઓને તપાસ અર્થે રશિયા મોકલી દેવામાં આવ્યા છે.

રશિયાના નેતાઓ ઇચ્છે છે કે તેમની સાથે આતંકીની જેમ વ્યવહાર થાય અને એવો ભય છે કે તેમને રશિયા લઈ જવાયા તે આ પ્રક્રિયાની શરૂઆત છે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ ચાલુ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો