છત્તીસગઢમાં કોલસાના ખનન માટે વૃક્ષોનું નિકંદન, જંગલ બચાવવા આદિવાસીઓનું અભિયાન
છત્તીસગઢના સરગુજા વિસ્તારમાં આવેલા હસદેવ અરણ્યને કોલસાના ખનનથી બચાવવા માટે એક દશકથી ચાલતું અભિયાન હવે જોર પકડી રહ્યું છે.
અહીં 'કેટે બાસેન કોલસા પરિયોજના'ના બીજા ચરણને પણ મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંતર્ગત ભૂમિનું અધિગ્રહણ કરવાનું કામ પણ ચાલુ છે.
હસદેવ વનનો વિસ્તાર 1 લાખ 70 હજાર હેક્ટરમાં ફેલાયેલો છે.
આ જંગલો મધ્ય ભારત માટે ફેફસાંનું કામ કરે છે. અહીં ખનનપ્રક્રિયાને પ્રાકૃતિક સંપદાના વિનાશ સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે.
એક તરફ સત્તાધારી વૃક્ષોનું નિકંદન કાઢવા અડીખમ છે તો સ્થાનિક આદિવાસીઓ પણ આ નિર્ણયના પ્રતિકારમાં પાછળ નથી રહ્યા.
પરંતુ તેમની ફરિયાદ છે કે તેમની વાત સાંભળવામાં નથી આવી રહી. તેમનો દાવો છે કે આ વિકાસના નામે વિનાશની પ્રવૃત્તિ આદરાઈ છે.
તેમ છતાં આદિવાસીઓ પોતાની માગને લઈને સતત ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
આ વિસ્તારમાં કેટ્રે બાસન કોલસા પરિયોજનાના બીજા તબક્કાને પણ મંજૂરી આપી દેવાઈ છે. જેના માટે ભૂમિઅધિગ્રહણનું કામ પણ ચાલુ કરી દેવાયું છે.
આ દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ કાપવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. જેનો સખત વિરોધ ચાલી રહ્યો છે.
વૃક્ષો કાપવાની પ્રક્રિયાથી સ્થાનિક પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર નકારાત્મક અસર પડી શકે છે.
છત્તીસગઢથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો વિશેષ અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો