You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટના વિકલાંગ વિદ્યાર્થી સ્મિતની સમગ્ર બોર્ડમાં ત્રીજો નંબર મેળવવા સુધીની સફર
12 કોમર્સ (અંગ્રેજી માધ્યમ)માં ભણતા રાજકોટના વિકલાંગ સ્મિત ચાંગેલાએ પરિણામમાં 99.97 પર્સન્ટાઇલ અને 95 ટકા માર્ક મેળવ્યા છે. સ્મિત કહે છે, "વિકલાંગ શ્રેણીમાં મારો બોર્ડમાં પ્રથમ અને સામાન્ય શ્રેણીમાં બોર્ડમાં ત્રીજો નંબર આવ્યો છે."
વાંચન પાછળ ફાળવેલા સમયની વાત કરતા સ્મિત કહે છે, "વાંચન પાછળ રોજ હું 5-6 કલાક ફાળવતો. દરેક પુસ્તક મેં પાંચથી છવાર વાંચી નાખ્યું હતું."
વિદ્યાર્થીઓને શિખ આપતા સ્મિત કહે છે, "શાળામાં ધ્યાનપૂર્વક ભણો. લાઇન-ટું-લાઇન વાંચન કરો. છેલ્લે મુખ્ય મુદ્દાઓ વાંચો જેથી બધા વિષયનું રિવિઝન થઈ જશે."
પોતાની આગળની કારકિર્દી વિશે વાત કરતા સ્મિત કહે છે, "મારે આઇએએસ અધિકારી બનવું છે અને દેશની સેવા કરવી છે."
પોતાની સફળતાનો શ્રેય સ્મિત તેમના માતા-પિતા, મિત્રો અને પોતે જ્યાં ભણ્યા તે ધોળકિયા શાળાને આપે છે. તે કહે છે, "શાળાની મારી પાછળની મહેનતને પ્રતાપે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં 100માંથી 100 ગુણ મળ્યા છે. અકાઉન્ટમાં સ્મિતને 100માંથી 99 ગુણ આવ્યા છે. અર્થશાસ્ત્ર તેમને સૌથી સહેલો વિષય લાગ્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો