પોતાની સાથે જ લગ્ન કરતી યુવતીનો વિરોધ કેમ કરી રહ્યાં છે ભાજપનાં નેતા?

પ્રકાશિત

વડોદરામાં રહેતાં 24 વર્ષીય ક્ષમા બિંદુ 11 જૂને શહેરના એક મંદિરમાં હિંદુવિધી મુજબ લગ્ન કરવા જઈ રહ્યાં છે.

આ લગ્ન શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થશે. લગ્ન પહેલાં પીઠી અને સંગીતના કાર્યક્રમ સાથેસાથે હિંદુવિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને તેઓ લગ્ન કરશે અને બાદમાં હનીમૂન માટે બે અઠવાડિયાં ગોવા જશે.

જોકે, લગ્નની આ તમામ વિધિઓમાં માત્ર એક વસ્તુ નહીં હોય, તે છે વરરાજા. આ પાછળનું કારણ એ છે કે તેઓ ખુદની સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

જ્યારે કોઈ વ્યક્તિ ખુદની સાથે લગ્ન કરે તો તેને 'સોલોગામી' કહેવાય છે. પશ્ચિમી દેશોમાં કેટલાક સમયથી સોલોગામીનું ચલણ વધ્યું છે. જોકે, તે ભારત સુધી પણ આવી પહોંચ્યું છે.

પરંતુ તેમનાં લગ્નમાં હવે એક અડચણ સામે આવી છે. વડોદરાનાં ભાજપનાં નેતા કોઈપણ મંદિરમાં તેમનાં લગ્ન ન થવા દેવાની વાત કરી રહ્યાં છે, જાણો સમગ્ર વિવાદ વિશે, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો