You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્ષમા બિંદુ : વડોદરાની આ યુવતી પોતાની સાથે જ લગ્ન કેમ કરી રહી છે?
પ્રકાશિત
"ઘણા લોકો મને કહે છે કે તું રૂપાળી છે, તને લગ્ન માટે સરળતાથી કોઈ મળી જશે. હું તેમને કહું છું, હું ખુદને મળી ગઈ છું."
આમ કહેતા, વડોદરામાં રહેતાં 24 વર્ષીય ક્ષમા બિંદુ 11 જૂને હિંદુ વિધિ મુજબ લગ્ન કરવા જઈ રહ્યાં છે.
આ લગ્ન શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થશે. લગ્ન પહેલાં પીઠી અને સંગીતના કાર્યક્રમની સાથે-સાથે હિંદુ વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને તેઓ લગ્ન કરશે અને બાદમાં હનીમૂન માટે બે અઠવાડિયાં ગોવા જશે.
જોકે, લગ્નની આ તમામ વિધિઓમાં વરરાજા નહીં હોય. આ પાછળનું કારણ એ છે કે તેઓ ખુદની સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો