એ બહેનો જે કોરોનાકાળમાં ઢોલ વગાડતાં શીખી ગઈ
પ્રકાશિત
ગુજરાતી ભાષામાં ઢોલ અને ઢોલી શબ્દનો સીધો સંબંધ પુરુષ સાથે છે. લોકસંગીત હોય કે શાસ્ત્રીય સંગીત, એ હજી પણ પુરુષોની ઇજારાશાહીનું ક્ષેત્ર રહ્યું છે પણ તામિલનાડુની બે બહેનોએ પરંપરાગત વાદ્ય તાવિલ યાને કે ઢોલ શીખીને ચીલો ચાતર્યો છે.
સામાન્ય રીતે તાવિલ પુરુષો વગાડે છે પણ સિવાકલાઈ અને કલાઈવાનીએ બહેનોએ કોરોના મહામારી દરમિયાન આ વાદ્ય પર હાથ અજમાવ્યો અને એવું શીખી ગયાં કે હવે તો તેઓ કાર્યક્રમો પણ રજૂ કરે છે.
જુઓ બે ઢોલી બહેનોની કહાણી વીડિયોમાં....

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો