યુક્રેન યુદ્ધ અને શ્રીલંકા સંકટની સામાન્ય જનતા પર શું અસર પડી?
પ્રકાશિત
તાજેતરના મહિનામાં દુનિયા અલગ અલગ ભાગોમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક લોકો બેહાલ છે તો બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં સરકાર પડી ભાંગી એ હદનું મોટું આર્થિક સંકટ છે.
આ બેઉ સંકટમાં સામાન્ય જનતા રસ્તા પર આવી ગઈ છે અને ત્યાં લોકોનો અવાજ દબાવી દેવાની કોશિશ થઈ રહી છે.
બીબીસીની કવર સ્ટોરીમાં જુઓ બે વૈશ્વિક સંકટનો ભોગ બનેલાં લોકોની દાસ્તાન...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો