You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં પાટીદારોને શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે, તેમણે રાજકોટ પહોંચીને શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદીએ સમારોહને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું, "કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે."
"2001માં ગુજરાતમાં માત્ર નવ સરકારી મેડિકલ કૉલેજ હતી, આજે 30 છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનાવવાની ઇચ્છા છે."
"2001માં આપણા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી, આ બધુ યાદ રાખો છો કે ભૂલી જાવ છો, નવી પેઢીને કહેજો, તેમને ખબર નથી કે શું હતું."
"જામનગરમાં આયુર્વેદ, રાજકોટમાં એઇમ્સ અને આટકોટમાં આ મેડિકલ કૉલેજ, વટ પડી ગયો"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો