ચીનમાં વીગર મુસ્લિમો પર અત્યાચારના પુરાવા મળ્યા, શું ખુલાસા થયા?
પ્રકાશિત
ચીનમાં માનવ અધિકારની સ્થિતિ ફરી ચર્ચામાં છે, ચીનમાં વીગર મુસલમાનોના ડિટેન્શન કૅમ્પમાં ગંભીર ઉલ્લંઘનના નવા પુરાવા બહાર આવ્યા છે, જે બાદ કેટલાક દેશોએ પારદર્શક તપાસની માગ કરી છે.
બીબીસીએ કેટલાક દસ્તાવેજો જોયા, જે ચીનના પોલીસ વિભાગના કમ્પ્યૂટરમાંથી હૅક કરીને કાઢ્યા હોવાનો દાવો કરાય છે.
આ દસ્તાવેજો દર્શાવે છે કે શિનજિયાંગ પ્રાંતના પશ્ચિમ વિસ્તારમાં વીગર કેદીઓ જો ભાગવાનો પ્રયાસ કરે તો તેમને જોતાં જ ઠાર મરાવામાં આવે. ઘણી ફાઇલોને સ્વતંત્ર રીતે ચકાસવામાં આવી છે. વીગર મુસલમાનોની અટકાયતના દાવાને ચીનની સરકાર વખોડે છે અને તેને ફેક ન્યૂઝ ગણાવે છે.
બીબીસી ચીનના સંવાદદાતા જ્હોન સડવર્થ કે જેમણે વર્ષો શિનજિયાંગ પ્રાંતમાં ગાળ્યા છે, તેમનો આ અહેવાલ જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો