અફઘાનિસ્તાન : તાલિબાનના રાજમાં મહિલાઓનું ભવિષ્ય અંધકારમય કેમ જણાઈ રહ્યું છે?

પ્રકાશિત

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો સુરક્ષિત રાખવાનાં વચનો આપ્યાં હતાં. હવે આ વચનો ક્યાંય પૂરાં કરાયાં હોય એવું જણાઈ નથી રહ્યું.

તાજેતરમાં જ તાલિબાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ન્યાયિક સેવામાં મહિલાઓ ઇસ્લામિક શાસન હેઠળ કામ નહીં કરી શકે.

આ આદેશને પગલે મહિલાઓના અધિકાર માટે કામ કરતા સામાજિક કાર્યકરોમાં ચિંતાની લહેર ફરી વળી છે.

તેમને આશંકા છે કે આદેશને અનુસંધાને મહિલા ન્યાયાધીશ અને મહિલા વકીલનો અભાવ સર્જશે અને એને પગલે પીડિત મહિલાઓને ભોગવવું પડશે.

જુઓ, અફઘાનિસ્તાનમાં મહિલાઓના ભવિષ્ય અંગે વાત કરતી બીબીસીની આ કવર સ્ટોરી

નોંધ : આ વીડિયો રિપોર્ટમાં સુરક્ષાના સંબંધે અમુક લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો