મહેસાણા : 'પાણી નહીં તો વોટ નહીં', માગ નહીં સંતોષાય તો ગાંધીનગર ઘેરવાની ચીમકી

વીડિયો કૅપ્શન, 'પાણી નહીં તો વોટ નહીં', મહેસાણામાં ખેડૂતોની બાઈક રેલી
પ્રકાશિત

'પાણી નહીં તો વોટ નહીં'નાં બૅનર સાથે મહેસાણા જિલ્લાના સતલાસણાના સુદાસણાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતલાસણાના સુદાસણા શરૂ થઈ બાઈક રેલીમાં જુદાં જુદાં ગામના ખેડૂતો જોડાયા હતા.

આ રેલી સતલાસણા અને ખેરાલુ તાલુકાનાં વિવિધ ગામોમાં ફરી હતી અને ત્યાર બાદ ખેરાલુ મામતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પોતાની માગ મૂકી હતી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો