મોરબીના હળવદમાં કારખાનામાં દીવાલ પડતાં 12નાં મૃત્યુ, CM એ ઘટનાસ્થળની લીધી મુલાકાત

વીડિયો કૅપ્શન, Morbi : હળવદના કારખાનામાં દીવાલ પડતાં 12નાં મૃત્યુ, CM એ ઘટનાસ્થળની લીધી મુલાકાત
પ્રકાશિત

મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધસી પડવાની એક દૂર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. બુધવારના બપોરની આસપાસ બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનારા તમામ શ્રમિકો છે. મૃતકોમાં મહિલાઓ અને બે બાળકો પણ છે.

હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સૉલ્ટ નામની કંપનીમાં આ દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં દરરોજની જેમ મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દુર્ઘટના ઘટી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો