કાર ચલાવતી વખતે અચાનક જ મહિલાની તબિયત બગડી, પછી શું થયું?

પ્રકાશિત

અમેરિકાના ફ્લૉરિડામાં ગાડી ચલાવતી એક મહિલાની તબિયત અચાનક બગડી ગઈ અને તેમણે કાર પરનું પોતાનું નિયંત્રણ ખોઈ દીધું.

કાર ચાર રસ્તા પર ચાલી રહી હતી અને કોઈ પણ સમયે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ હતી. જોકે, બાજુમાં ગાડી ચલાવી રહેલાં અન્ય એક મહિલાને આ વાતનો અંદાજો આવી ગયો.

એ મહિલા ઊતર્યાં અને ગાડીની તરફ દોડ્યાં, તેમણે કાર રોકવાના પ્રયાસ કર્યા. સાથે જ ત્યાં મોજૂદ બીજા લોકોને પણ ચેતવ્યા.

મહિલાએ મદદ માટે અવાજ લગાવ્યો અને બાકીના લોકો તુરંત દોડી આવ્યા. એ બાદ શું થયું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો