You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકાનું આર્થિક સંકટ તેને ભારતની વધુ નજીક લાવશે?
ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. અને શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરાતા આ કહેવત અનુસાર પાડોશી દેશ ભારતે મદદ પણ ઘણી કરી.
પણ આ સમયે શ્રીલંકામાં સ્થિતિ એટલી વણસેલી છે કે કોઈ પણ સહાય અપૂરતી સાબિત થઈ રહી છે.
જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત વચ્ચે જનતાનો આક્રોશ આસમાને છે. જોકે વિરોધ વચ્ચે પણ સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ. પોલીસે કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ લોકોની ધરપકડ કરી છે.
આવી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ શ્રીલંકાના ભારત સાથેના સંબંધો વિશે લોકો વિચારી રહ્યા છે.
છેલ્લાં એક દાયકાથી ભારત પ્રત્યે શ્રીલંકાનો બદલાયેલો અભિગમ હાલની આર્થિક કટોકટી પછી બદલાશે ખરો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો