લિક્વિડ ડાયટને કારણે શરીરને કેવી રીતે નુકસાન થવાનો ભય છે?

વીડિયો કૅપ્શન, લિક્વિ઼ડ ડાયટને કારણે શરીરને કેવી રીતે નુકસાન થવાનો ભય છે?
પ્રકાશિત

પાણી, જ્યૂસ, કૉફી, ચા અને બ્લૅક કૉફી જેવા પ્રવાહી ખોરાક પર રહીને વજન ઉતારવાનું કેટલું ઉપયોગી છે અને તેનાથી શરીર પર શું અસર થાય છે?

જુદા-જુદા પ્રકારના ઘણા લિક્વિડ ડાયટ હોય છે, પણ પ્રવાહી ખોરાક પદ્ધતિ પાછળનો હેતુ એક જ હોય છે, બહુ ઓછી કૅલરી ખોરાકમાં લઈને ઝડપથી વજન ઓછું કરવું.

પ્રયોગો અને પરિક્ષણો પછી આવી ડાયટ પદ્ધતિઓ તૈયાર કરાઈ છે અને તેમાં મેડિકલ સુપરવિઝન પણ રાખવામાં આવે છે. તેની સામે ઑનલાઇન લિક્વિડ ડાયટ માટેની સલાહ આપવામાં આવે છે પરંતુ તેમાં આ પ્રકારની કોઈ કાળજી લેવામાં આવી હોતી નથી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો