'કોઈ નાહવા ન વાપરે એવું પાણી અમે પીએ છીએ', સુરેન્દ્રનગરના ગામમાં પાણીનો પોકાર

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં પાણીની તંગીને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રકાશિત

ગુજરાતના અનેક ગામોની જેમ સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં પાણીની તંગીને લઈને ગ્રામજનો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.

આ ગામમાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે જ્યારે પાણીનું ટૅન્કર આવે છે, ત્યારે લોકો પડાપડી કરવા લાગે છે જેના કારણે સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે. મહિલાઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ દૈનિક પડકાર સ્વરૂપ છે.

સ્થાનિકોનું કહેવું છે કે દર વખતે ચોમાસામાં આસપાસના ગામોમાં ભરાયેલું પાણી તેમના ગામમાં છોડી દેવામાં આવે છે, જ્યારે ઉનાળામાં ખરેખર પાણીની જરૂર હોય ત્યારે તેમને પાણી મળતું નથી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો