You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંડકા આગ્નિકાંડ : ભીષણ આગ બાદ પોતાની દીકરીને શોધતાં માતાની દયનીય સ્થિતી, 27 લોકોનાં મૃત્યુ
પ્રકાશિત
દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે. દિલ્હીના આઉટર ડિસ્ટ્રિક્ટના ડીસીપી સમીર શર્માએ આ ઘટનાની પુષ્ટી કરી છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને જિલ્લાના એડિશનલ ડીસીપીએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લાગેલી આગને હવે બુઝાવી દેવામાં આવી છે અને ઘાયલોની સંજય ગાંધી અને દીન દયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલે જાણકારી આપી છે કે સંજય ગાંધી હૉસ્પિટલની અંદર નાગરિક સુરક્ષા વિભાગે પોતાનું એક હેલ્પ ડૅસ્ક બનાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો