Cyclone Asani : આંધ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ, ભારે વરસાદથી વૃક્ષો પડ્યાં

પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા અસાનીની ભારતના દરિયાકિનારા પર અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે.

આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે અને દરિયો તોફાની બની રહ્યો છે.

શ્રીકાકુલમમાં વાવાઝોડાની અસરને કારણે દરિયો તોફાની બન્યો છે અને દરિયામાં એક રથ તણાઈને કિનારે પહોંચ્યો હતો. આ રથને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે તથા રસ્તા પર વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ પણ બની છે અને કેટલીક જગ્યાએ દરિયાની પાસે આવેલા રોડ પણ તૂટી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો