સંતૂરવાદક શિવકુમાર શર્માનું નિધન, બીબીસીએ વર્ષ 1980માં લીધેલી તેમની મુલાકાતના અંશો

વીડિયો કૅપ્શન, સંતૂરવાદક શિવકુમાર શર્માનું નિધન, બીબીસીએ વર્ષ 1980માં લીધેલી તેમની મુલાકાતના અંશો INDIA
પ્રકાશિત

મશહૂર સંગીતકાર અને સંતૂરવાદક પંડિત શિવ કુમાર શર્માનું 84 વયે નિધન થયું છે.

બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે તેમની જોડીએ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

બીબીસીના આર્કાઇવમાંથી બીબીસી સંવાદદાતા મહેન્દ્ર કૌલે વર્ષ 1980માં લીધેલી એક મુલાકાતના કેટલાક અંશો જોઈએ.

શિવકુમાર શર્માએ પોતાની કલા વડે જમ્મુ-કાશ્મિરના વાદ્ય સંતુરને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી હતી.

તેઓ અન્ય વાદ્યો સાથે જુગલબંદી કરતા હતા, મોટેભાગે સરોદ અને સંતૂરની જુગલબંદી જામતી હતી.

તેઓ મ્યૂઝિક કંમ્પોઝર પણ હતા. તેમણે મહાન વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે ફિલ્મ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.

તેમણે ઘણા શિષ્યોને તાલીમ આપીને તૈયાર કર્યા હતા. તેમના પુત્ર રાહુલ શર્માની પણ દેશના જાણીતા સિતારવાદકમાં ગણના થાય છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો