You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Asaniએ જેમનો રોજગાર બરબાદ કરી નાખ્યો, વાવાઝોડું કયો માર્ગ પકડશે ?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે પેદા થયેલું વાવાઝોડું અસાની ઝડપથી આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના કહ્યા અનુસાર તે સિવિયર સાઇક્લોનની શ્રેણીમાં પરિવર્તિત થઈ ગયું છે.
પશ્ચિમ બંગાળના દીઘા દરિયા કિનારાથી આ તબાહીના દ્રશ્યો આવી રહ્યા છે એ સિવાય ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારા પર મંગળવાર સુધી પહોંચવાની શક્યતાઓ છે.
આઈએમડી પ્રમાણે આ તીવ્ર વાવાઝોડું આવનારા 36 કલાકોની અંદર અંદર ધીરે ધીરે નબળું પડી જશે અને મંગળવાર સુધી બંગાળની ખાડીના ઉત્તર ને પશ્ચિમી ઉત્તર કિનારે અથડાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો