Mother's Day : એ માતા જે તેની જ કૂખે જન્મેલી ચાર દીકરીઓનાં મોતની પ્રાર્થના કરે છે
પ્રકાશિત
આ એ માતા છે, જેઓ પોતાના સંતાનોની સાથે પોતાના મૃત્યુની પ્રાર્થના કરે છે.
બનાસકાંઠાના વાવ તાલુકાના વાસરડા ગામમાં રહેતાં હેમાબહેનને ચાર દીકરી છે અને ચારેય માનસિક દૃષ્ટિએ વિકલાંગ છે, તેઓ ચારેય દીકરીઓની સંભાળ રાખી રહ્યાં છે.
પતિની આશરે 200-300 રૂપિયાની દૈનિક આવકમાં તેમનો પરિવાર દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે.
હેમાબહેનનું કહેવું છે કે એક માતા તરીકે તેમની પણ ઇચ્છા થાય છે કે તેઓ મજૂરી કરીને પોતાના પરિવારને મદદરૂપ થાય, પણ દીકરીઓની ચોવીસ કલાક સારસંભાળમાં તેઓ કશું કરી શકતાં નથી.
સરકાર સહિત અનેક લોકોને અપીલ કરી છતાં હજુ કોઈ તેમની મદદે આવ્યું નથી. જોઈએ એક અસહાય માતા હેમાબહેનની વ્યથા એમના જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો