સુરત ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલને ફાંસીની સજા બાદ ગ્રીષ્માનાં માતા રડી પડ્યાં, ફોઈ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, ફેનિલને ફાંસીની સજા બાદ ગ્રીષ્માનાં માતા રડી પડ્યાં, ફોઈ શું બોલ્યાં?
પ્રકાશિત

સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ સાંજે ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ ગુરુવારે ફાંસીની સજા સંભળાવી છે.

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ધર્મેશ અમીનના જણાવ્યાનુસાર જજે દોષિત ફેનિલ ગોયાણીને સજા સંભળાવતાં પહેલાં મનુસ્મૃતિનો શ્લોક બોલ્યા હતા. શ્લોક સંભળાવ્યા બાદ જજ વિમલ વ્યાસે ફેનિલને સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયો : ધર્મેશ અમીન રવિ પરમાર

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો