પાણી સંકટ : 'દીકરો પાણી લેવા ગયો પછી પાછો આવ્યો નથી', પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓની વ્યથા

પ્રકાશિત

ઉનાળો શરૂ થતાની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના ઊંચાળવાળા વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય છે. ત્યારે થાણે નજીકના આવા જ એક ગામની બીબીસીએ મુલાકાત લીધી, જ્યાં ગામમાં પાણીનો કોઈ સ્રોત નથી.

સ્થિતિ એવી છે કે ગામની ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ એક કિલોમીટર દૂર સુધી પાણી લેવા જવું પડે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ જ વિસ્તારમાં આવેલા ડૅમમાંથી છેક મુંબઈ સુધી પાણી પહોંચે છે.

જુઓ બીબીસી સંવાદદાતા દીપાલી જગતાપનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો