ગુજરાતના આ ગામે પાણીની કેવી વ્યવસ્થા કરી કે ભારત સરકારને પણ નોંધ લેવી પડી?

વીડિયો કૅપ્શન, પાણી તંગી વચ્ચે એવા ગામની વાત, જે જળસંચયથી ચર્ચામાં આવ્યું
પ્રકાશિત

સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાનું તખતગઢમાં પાણી માટેની એક એવી વ્યવસ્થા કરાઈ છે જેને લીધે ચારેતરફ ગામનાં વખાણ થઈ રહ્યાં છે.

તખતગઢમાં ગ્રામપંચાયત દ્વારા દરેક ઘરે પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે અને પાણીનો બગાડ અટકી ગયો છે.

તખતગઢ ગામમાં પાણીના બે સ્રોત છે. અહીં 300 ઘરો છે અને દરેક ઘરમાં પાણીનાં કનેક્શન આપવામાં આવ્યાં છે. સાથે જ તેમાં મીટર પણ લગાવવામાં આવ્યા છે.

તખતગઢ ગ્રામપંચાયતના આ આઇડિયાની નોંધ સરકારના જળમંત્રાલયે પણ લીધી અને તેને વેસ્ટ ઝોનની ઉત્તમ ગ્રામપંચાયતના ઍવૉર્ડથી પણ નવાજવામાં આવી છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો