જિજ્ઞેશ મેવાણી હવે ગુજરાતમાં મોટું આંદોલન કરવાના છે?

પ્રકાશિત

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા બાદ તેમણે દિલ્હીમાં પત્રકારપરિષદ યોજી હતી. આસામના કોકરાજાર અને તેની પાડોશમાં આવેલા બરપેટામાં પોલીસ કેસ નોંધાયા બાદ દસ દિવસ કોર્ટે તેમને જામીન આપ્યા છે.

જિજ્ઞેશે પોતાની વાત રજૂ કરતાં કહ્યું, "કોર્ટે કહ્યું કે મારા પર કોઈ પ્રકારનો કેસ નથી બનતો."

નોંધનીય છે કે આસામના બારપેટા જિલ્લાની એક કોર્ટે પોલીસકર્મી પર કથિત હુમલાના કેસમાં જિજ્ઞેશ મેવાણીને જામીન આપ્યા હતા. જે બાદ તેમના પર મહિલા પોલીસકર્મીની છેડતીનો આરોપ લગાવાયો હતો.

તેમણે પોતાના પર લાગેલા બધા જ આરોપોને ફગાવ્યા હતા. દિલ્હીમાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જિજ્ઞેશ મેવાણીએ આગળ તેઓ શું કરશે તે અંગે વાતચીત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો