You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખંભાતમાં અકીકના પથ્થર ઘસનારા કારીગરો કેમ મોતને ભેટી રહ્યા છે?
પ્રકાશિત
કિંમતી પથ્થરો ઘસવાની કળા ખંભાતમાં પેઢી દર પેઢી ચાલી આવે છે. અકીકના પથ્થર ઘસવાનો વ્યવસાય અહીં મોટા પાયે ચાલે છે.
એવા અનેક વિસ્તારો છે જ્યાં ઘરઘર આખોય પરિવાર પથ્થર ઘસવાનું કામ કરી જાણે છે. જોકે પથ્થરોને સુંદર બનાવવાની આ કળા અહીં કંઈ કેટલાય પરિવારોને વિખેરી રહી છે.
પતિના મોત બાદ ખૂણો પાડવાની પરંપરા અનુસરતા મહેબુદાબાનો અને તેમના પરિવાર માટે પથ્થર ઘસવાનું કામ રોજગારનો એકમાત્ર વિકલ્પ છે, વર્ષોથી આ કામ સાથે જોડાયેલા તેમના પતિને સિલિકોસિસ નામનો રોગ લાગુ પડ્યો અને અચાનક તેમની જિંદગી બદલાઈ ગઈ.
વીડિયો : રાજીવ પરમાર અને શાહનવાઝ અહમદ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો